Home કૃષિ સમાચાર ગુજરાત હવામાન વિભાગની આગાહી – વરસાદની આગામી 5 દિવસ માટે જિલ્લાવાર આગાહી...

ગુજરાત હવામાન વિભાગની આગાહી – વરસાદની આગામી 5 દિવસ માટે જિલ્લાવાર આગાહી અને ચેતવણીઓ

0
gujarat state will have rains on next few days
gujarat state will have rains on next few days

નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસમાં એકાએક વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઘણા જિલ્લાઓમાં તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે.

ગુજરાતનાં ઘણા માર્કેટયાર્ડમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વેચાણ કરવા આવતા ખેડૂતોને તાડપત્રી લઈને આવવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ સોમવારે દેવ દિવાળીના કારણે અમુક યાર્ડોમાં હરાજીનું કામકાજ બંધ રહેશે.

રાજ્યમાં શિયાળ પાકોનું વાવેતર પૂર્ણ થવાના આરે છે. જે ખેડૂત મિત્રોએ ઘઉં અથવા જીરાના પાકનું હજુ વાવેતર કર્યું નથી તેમણે વાતાવરણને કારણે કામગીરીમાં થોડો સમય લાગી શકે છે. અમુક જગ્યાએ કપાસનો પાક હજુ ઊભો છે ત્યાં વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી ના પગલે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે.

આવા વાતાવરણમાં એવું લાગે છે જાણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી – વરસાદની આગામી 5 દિવસ માટે જિલ્લાવાર આગાહી અને ચેતવણીઓ.

આવા વાતાવરણમાં એવું લાગે છે જાણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી – વરસાદની આગામી 5 દિવસ માટે જિલ્લાવાર આગાહી અને ચેતવણીઓ.

હવામાન વિભાગની આગાહીનાં પગલે ગુજરાતનાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બીજું બાજુ ખેતરમાં શિયાળુ વાવેતર થઇ ગયું છે. વરસાદના કારણે પાકને અસર થવાની શકયતા છે. ખેડૂતોએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ના પગલે જંતુનાશક દવા,રોપણી અને ખાતર આપવાનું મુલતવી રાખવું જોઇએ.

મહત્વપૂર્ણ લિન્ક

હવામાન વિભાગ આગાહી PDF માટે અહી ક્લિક કરો
લાઈવ હવામાન જોવા  અહી ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

પોસ્ટ વાંચવા બદલ બદલ આપનો ખુબ ખુબ આભાર.

Previous articleઆજના(24/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleઆજના(25/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here