Home કૃષિ સમાચાર ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતો માટે અગત્યના સમાચાર, સરકારનો મોટો નિર્ણય

ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતો માટે અગત્યના સમાચાર, સરકારનો મોટો નિર્ણય

0
tekana bhav kharif crops registration date extend till 31 october 2023
tekana bhav kharif crops registration date extend till 31 october 2023

નમસ્કાર ખેડૂત મિત્રો, રાજયના ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા મગફળી, અડદ, મગ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોને ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તારીખ 25-09-2023 થી 16-10-2023 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

પરંતુ આ સમય મર્યાદામાં ખેડૂતોએ કરેલી રજૂઆતોને કારણે આ નોંધણી પ્રક્રિયા આગામી 31 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. એટલે કે હવે ખેડૂતો ટેકાના ભાવની નોંધણી આગામી 31-10-2023 સુધી કરાવી શકશે.

કેટલા ખેડૂતોએ નોંધણી કરાવી?

રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં 15 ઑક્ટોબર સુધી મગફળી માટે 35,585 ખેડૂતો, મગ માટે 95 ખેડૂતો, સોયાબીન માટે 23,316 ખેડૂતો, અને અડદ માટે 62 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. વધુમાં મંત્રી એ પણ અનુરોધ કર્યો હતો કે વધુમાં વધુ ખેડૂતોને આ ટેકાના ભાવે ખરીદીમાં ભાગ લઈ ને ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે.

આ પણ વાંચો :- ડાંગર, જુવાર, બાજરી અને મકાઈના ટેકાના ભાવ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ક્લિક કરો

મગફળીના ટેકાના ભાવ કેટલા?

સરકાર દ્વારા આ વર્ષે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 6377 પર ક્વિન્ટલ જાહેર કરેલો છે. જયારે અડદનો ટેકાનો ભાવ રૂ.6950 પર ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ રૂ. 8558 પર ક્વિન્ટલ અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 4600 પર ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ટેકાના ભાવની ખરીદી આગામી તારીખ 21-10-2023 શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે. 

ટેકાના ભાવની નોંધણી ક્યાં અને કેવીરીતે કરવી?

ટેકાના ભાવે નોંધણી કરાવવા માટે ખેડૂતો એ આગામી તારીખ 31-10-2023 સુધી ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન પોતાના ગામનાં વીસીઈ ઓપરેટર દ્વારા આ નોંધણી કરાવવાની રહેશે.

અરજી અને વધુ માહિતી જાણવા અહી ક્લિક કરો
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા  અહી ક્લિક કરો
આજના બજાર ભાવ અહી ક્લિક કરો

ટેકાના ભાવની નોંધણી માટે કોઈપણ મુશ્કેલી જણાય તો સહાય હેલ્પલાઇન નંબર 079-26407609, 079-264076010, 079-264076011 અને 079-264076012 પર સવારે 9-00 થી સાંજના 6-00 સુધી સંપર્ક કરવાનો રહેશે.

Previous articleવિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર, આવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
Next articleગુજરાત સરકારે કરી ટેકાના ભાવની જાહેરાત – મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર થયા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here