Home કૃષિ સમાચાર ગુજરાત સરકારે કરી ટેકાના ભાવની જાહેરાત – મગફળી, મગ, અડદ અને સોયાબીનના...

ગુજરાત સરકારે કરી ટેકાના ભાવની જાહેરાત – મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર થયા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

0
Magafali Tekana Bhav Jaher Gujarat 2023
Magafali Tekana Bhav Jaher Gujarat 2023

ગુજરાત સરકાર દ્વારા મગફળી, મગ અને અડદના ટેકાના ભાવની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાધવજી પટેલ દ્વારા જણાવવામાં આવલે છે કે આ વખતે સરકાર દ્વારા કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

જે ખેડૂતો મિત્રો મગફળીના ટેકાના ભાવ મેળવવા માંગતા હોય તેમને તારીખ 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધી ઈ-સમૃધ્ધી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આવતી કાલે અરજી કરવાની છેલ્લી તારીખ

મગફળીના ટેકાના ભાવ

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે જ ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ 6 હજાર 377 રૂપિયા પ્રતિ કિવન્ટલ, મગનો ટેકાનો ભાવ 8 હજાર 558 રૂપિયા, અડદનો ટેકાનો ભાવ 6 હજાર 950 અને સોયાબીનનો ટેકાનો ભાવ 4 હજાર 600 રૂપિયા પ્રતિ કિવન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- ડાંગર, જુવાર, બાજરી અને મકાઈના ટેકાના ભાવ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ક્લિક કરો

જે ખેડૂત મિત્રો પોતાનો પાક ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારા ગામના VCE પાસે ભરવાનું રહેશે. ટેકના ભાવ મેળવવા માટે 7/12 ની નકલ, પાક વાવેતર નો દાખલો અને ખાતેદારની સંમત્તિ નું ફોર્મ તમારા ગામના તલાટી પાસે ભરાવી ઓનાલાઇન ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી 21મી ઓક્ટોબરથી શરૂ થશે જેની નોધ લેવી.

ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ખેડૂતો આવતીકાલથી ૧૬ ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અહી ક્લિક કરો

આજના બજાર ભાવ જાણવા અહી ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

ટેકાના ભાવની નોંધણી માટે કોઈપણ મુશ્કેલી જણાય તો સહાય હેલ્પલાઇન નંબર 079-26407609, 079-264076010, 079-264076011 અને 079-264076012 પર સવારે 9-00 થી સાંજના 6-00 સુધી સંપર્ક કરવાનો રહેશે.

Previous articleટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતો માટે અગત્યના સમાચાર, સરકારનો મોટો નિર્ણય
Next articleઆઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ 2023 – અરજી કરવાની રહી ગઈ હોય તો ફટાફટ આજે જ ઓનલાઈન અરજી કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here