રાજ્યમાં પર તેજ નામનું ચક્રવાતની ચિંતા મંડરાઇ રહી છે. હવમાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તેજ વાવાઝોડાની ગુજરાત અને સૌરષ્ટ્ર ઉપર કેટલી અસર થશે? ખેતરના પાકને કેટલી અસર થશે તે જાણવું જરૂરી છે.
અરબી સમુદ્રમાં તેજ વાવાઝોડા બનવાની પ્રકિયા શરુ થઈ ગઈ છે. અને સિસ્ટમ 20 ઓક્ટોબરે મજબુત બનશેઅને 21 થી 24 ઓક્ટોબરની વચ્ચે આ વાવાઝોડું વધુ મજબુત બનશે. આ ચક્રવાતની ગતિ 150 અથવા 170 કિલોમીટર પ્રતિ કલાક રહે શકે છે. પરંતુ અમને તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું ની દિશા ઓમાન તરફ જઈને ટન લઈ શકે છે અત્યારે ખાલી લો પ્રેશર બન્યું છે.
જયારે વાવાઝોડું સક્રિય થશે ત્યારબાદ વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે. અત્યારે આ ચક્રવાત ઓમાન તરફ જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોઈપણ વાવાઝોડું બને ત્યારબાદ વારંવાર ટ્રેક બદલાતો હોય છે. પરંતુ આ ચક્રવાતની અસરના લીધે 21થી 24 ઓક્ટોબરના સુધી ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આગાહી અનુસાર ગુજરાતનાં દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.
અમરેલીના કૃષિ વૈજ્ઞાનિક પ્રો.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જો આ વાવાઝોડું આવશે તો પાકમાં અસર દેખાઈ શકે છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે ખેતરોના વિવિધ પાકને નુકસાન થવાની સંભાવના છે.
વાવાઝોડું લાઈવ ચેક કરવા અહી ક્લિક કરો
તેજ વાવાઝોડું આવે તો સૌરાષ્ટ્રનાં ખેડૂતોને પોતાના પાકનું નુકસાન થવાની સંભાવના છે. હાલ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાક તૈયાર થઇ ને ખેતરમાં પડ્યા છે. અને બીજી બાજુ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતરની તૈયારી કરતા હોય છે. અને આ સંજોગોમાં વાવાઝોડૂં આવે તો પાકને નુકશાન થઈ શકે તેમ છે.
સૌરાષ્ટ્રનાં અમેરલીમાં, ગીર સોમાનથ, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના છે. હવે આંબા ફૂટવાની સીજન આવશે ત્યારે વાવાઝોડાથી આંબાને નુકસાન થવાની સંભાવના છે.
મહત્વપૂર્ણ લિન્ક
ટેકાના ભાવ જોવા | અહી ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ પર જવા | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |