Home કૃષિ સમાચાર ખેડૂતો માટે સોલાર ઝટકા મશીન સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ

ખેડૂતો માટે સોલાર ઝટકા મશીન સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ

0
solar zatka mashin sahay yojana for gujarat farmers
solar zatka mashin sahay yojana for gujarat farmers

નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વખતો વખત દર વખતે ખેડૂતોના કલ્યાણ હેતુ નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આ વખતે રાજય સરકાર દ્વારા સોલાર ઝટકા મશીન સહાય યોજના બહાર પાડવામાં આવી છે. જે પણ ખેડૂત મિત્રો સોલાર ઝટકા મશીન સહાય મેળવવા માંગતા હોય તેમણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

સોલાર ઝટકા મશીન સહાય યોજનાની ઓનલાઈન અરજી તારીખ 09 ઓક્ટોબર 2023 ના રોજ ચાલુ થઈ ગયેલ છે. પરંતુ આ યોજના હેઠળ લાભ લેવા માંગતા ખેડૂતો એ વહેલી તકે અરજી કરવાને રહેશે કારણકે જે તે તાલુકા માંથી કુલ 10 ટકાથી વધુ અરજી આવશે તે પછી આ તાલુકાનાં ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકશે નહી. આ યોજનામાં વહેલા તે પહેલા ના ધોરણે સહાય આપવામાં આવશે.

સોલાર ઝટકા મશીન સહાય

યોજનાનું નામ સોલાર ઝટકા મશીન સહાય
લાભાર્થી ગુજરાતનાં તમામ ખેડૂતો
અરજી કરવાની છેલ્લી તારીખ 08/11/2023
ઓફિસયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

આ યોજના હેઠળ ખેડૂતો ને સોલાર ઝટકા મશીનની કુલ કિમતના 50 ટકા અથવા 15,000 રૂપિયા બને માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. એટલે વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવશે.

સોલાર ઝટકા મશીન યોજના આવશ્યક ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુકની પેહલા પેજની નકલ
  • 7-12 અને 8-અ ઉતારા

સોલાર ઝટકા મશીન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો આઈ -ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કેવીરાતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

Step 1 :- સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલની સતાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.

Step 2 :- એક નવું પેજ ખૂલે જેમાં યોજનાઓ ઓપસન પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 :- ત્યારબાદ એક નવી ટેબ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ઓપસન પર ક્લિક કરો.

Step 4 :- આટલું કર્યા પછી પેજને નીચેની બાજુ સ્ક્રોલ કરો અને તમને વિવિધ યોજનાઓ જોવા મળશે.

Step 5 :- હવે તેમાંથી સોલાર પાવર યુનિટ/કીટ યોજના પર ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરી શકશો.

સોલાર પાવર યુનિટ/કીટ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 08/11/2023 સુધી છે. આ તારેખ પહેલા અરજીદારે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાને રહેશે. અમને આશા છે કે સોલાર ઝટકા મશીન સહાય વિષેની તમામ માહિતી આ પોસ્ટમાં મળી ગઈ હશે.

મહત્વપૂર્ણ લિન્ક

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
આઈ-ખેડૂત પોર્ટલ પર કેવીરીતે અરજી કરવી જાણવા અહી ક્લિક કરો
પીએમ કિસાન 2000 રૂપિયા સહાય લિસ્ટ અહી ક્લિક કરો

Previous articleઆઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ 2023 – અરજી કરવાની રહી ગઈ હોય તો ફટાફટ આજે જ ઓનલાઈન અરજી કરો
Next articleખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ – આ નવી યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની આગામી હપ્તો મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here