Home કૃષિ સમાચાર આ નવી યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની સહાય મળશે

આ નવી યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની સહાય મળશે

0
pm kisan yojana how to check status online village wise
pm kisan yojana how to check status online pm kisan yojana how to check status online village wise

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો ને વાર્ષિક કુલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ છ હજાર રૂપિયાની રકમ 4 મહિના અંતરે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતો ને 2000રૂપિયા ના કુલ ત્રણ હપ્તા આપવામાં આવે છે.

હમણાં તાજેતરમાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 14 મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. પરંતુ ઘણા ખેડૂતો ને 14મો હપ્તો મળ્યો નથી. કારણકે ઘણા ખેડૂત મિત્રો એ ઈ-કેવાયસી કરાવ્યુ નથી. પીએમ કિસાન યોજના અનુસાર હવે દરેક ખેડૂતો એ E-KYC કરાવવું ફરજિયાત થઈ ગયું છે. જો તમે હજી સુધી E-KYC કરાવ્યું નથી તો આ યોજનાથી વંચિત રહી શકો છો.

યોજનાનુ નામ પીએમ કિસાન યોજના
હવે કયો હપ્તો આવશે 15મો હપ્તો
કેટલી સહાય મળશે 2000 રૂપિયા
હપ્તો કયારે આવશે તારીખ હજુ નક્કી નથી
રાજ્ય દેશના તમામ રાજ્યો
વાર્ષિક સહાય 6000 રૂપિયા

તમે આ યોજનાના લાભાર્થી છો અને તમને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી તો તમારે વહેલી તકે E-KYC કરાવી લેવું જોઈએ. જેથી પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો તમને સમયસર મળી રહે. ઓનલાઈન E-KYC કેવીરીતે કરવું અને પીએમ કિસાન યોજનામાં તમારું નામ કેવીરીતે તપપસવું તેની વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પીએમ કિસાન યોજનામાં નામ કેવીરીતે ચેક કરવું?

પીએમ કિસાન યોજના હેઠળ તમને 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહી ચેક કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.

Step 1 :- સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ– https://pmkisan.gov.in/ પર જવા ક્લિક અહી કરો.

Step 2 :- વેબસાઈટ ખૂલ્યા પછી ‘ફોર્મર કોર્નર’ના અંતર્ગત ‘બેનેફિશિયરી સ્ટેટસ’ ઓપ્શન પર ક્લિક કરો.

Step 3 :- ક્લિક કર્યા પછી એક નવું પેજ આવશે જેમાં આપનો આધાર નંબર, ખાતા નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી Submit બટન પર ક્લિક કરો.

Step 4 :- હવે જે પેજ ખુલશે તેમાં લેટેસ્ટ 2000 રૂપિયાનો હપ્તો જમા થયો છે નહી તેની માહિતી મળી જશે.

લિસ્ટમાં તમારું નામ ચેક કરવા અહી ક્લિક કરો

પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી કેવી રીતે કરશો?

Step 1 :- લાભાર્થી પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ– https://pmkisan.gov.in/ પર જાવ. હવે વેબસાઈટની ડાબી તરફ eKYCના ઓપ્શન પર ક્લિક કરો.

Step 2 :- પેજ ખુલ્યા પછી આધાર નંબર નાખો અને કેપ્ચા કોડ ભર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરો.

Step 3 :- આધારકાર્ડ થી જે મોબાઈલ નંબર લિંક હોય તે જ મોબાઈલ નંબર લખવો.

Step 4 :- હવે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. આ ઓટીપી નંબરને દાખલ કરો.

Step 5 :- ઉપરના ચાર સ્ટેપ ફોલો સાથે જ પીએમ કિસાન યોજનામાં E-KYC પૂરું થઈ જશે.

E-KYC કરવા અહી ક્લિક કરો

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવાના ઉદ્દેશથી સંચાલિત કરવામાં આવી રહેલી યોજના હેઠળ 15 મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે.

Previous articleગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
Next articleફરી વરસાદનું જોર વધશે! આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની જીલ્લાવાર આગાહી અને ચેતવણીઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here