Home કૃષિ સમાચાર ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી...

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે

0
the-system-became-active-in-gujarat-weather-forecast-today-new
the-system-became-active-in-gujarat-weather-forecast-today-new

ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ,વડોદરા,પંચમહાલ,બનાસકાંઠામાં વરસાદ પડશે એવી આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાત રાજય પર જોવા મળશે.

બીજા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના એકપણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ જાણવા અહી ક્લિક કરો

હવામાન વિભાગની દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે જેમાં બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે એ લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ ગુજરાત રાજય તરફ આગળ વધશે અને ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા છે.

આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી

આગાહી અનુસાર આજે કુલ 17 તાલુકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા વાઈસ આગાહી ની વાત કરવામાં આવે તો આજે વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, વલસાડ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, દાદરા અને નગર-હવેલી, તાપી, દમણ, ભાવનગર, જૂનાગઢ, દીવ, અમરેલી, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહી છે.

આજના બજાર ભાવ જાણવા અહી ક્લિક કરો

10 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લઈ શકે છે

હવામાન વિભાગ અનુસાર અને હવામાન નિષ્ણાતો અનુસાર, ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદનો પડી શકે છે. તારીખ 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે એવી આગાહી કરવામાં આવી છે.

કુલ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે.

લાઈવ હવામાન જોવા અહી ક્લિક કરો

Next articleઆ નવી યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની સહાય મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here