કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સિઝન માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે અને સાથે ટેકાના ભાવમાં વધારાની પણ વાત કરી છે. રવિ આપકો જેવા કે ઘઉં. ચણા, જવ, રાયડો, મસૂર અને કસુમ્બી જેવા રવિ પાકોના ટેકાના ભાવ જાહેર કરેલ છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બનેલી સમિતી દ્વારા રવિ પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ વખતે ટેકાના ભાવમાં ગપ્ત સિઝનની સરખામણીએ 2 ટકાથી 7 ટકા સુધીનો વધારાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઘઉં અને ચણા સહિત કુલ 6 પાકોના ટેકાનો ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે.
ઘઉંનો ટેકાનો ભાવ
આ વખતે ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ મણ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘઉંના ટેકના ભાવની વાત કરીએ તો નવી સિઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ રૂ.455 પ્રતિ મણ થયો છે.
ચણાના ટેકાના ભાવમાં 21 રૂપિયા પ્રતિ મણ નો વધારો થતા નવી સિઝન માટે નવો ચણાનો ટેકાનો ભાવ 1088 રૂપિયા પ્રતિ 20 કિલોનો થયો છે.
બીજી બાજુ રાયડાના ટેકાના ભાવમાં 40 રૂપિયાનો પ્રતિ 20 કિલોના ભાવે વધારો કરવામાં આવ્યો છે. આથી નવો રાયડાનો ટેકાનો ભાવ 1130 રૂપિયા પ્રતિ 20 કિલોનો થયો છે.
કસુંબીના ટેકાના 30 રૂપિયાનો વધારો પ્રતિ 20 કિલોના ભાવે કરવામાં આવ્યો છે. જેથી નવી સિઝન માટે નવો કસુંબીનો ટેકાનો ભાવ 1160 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે થયો છે.
જવના ટેકાના ભાવમાં 23 રૂપિયાનો નો વધારો કરવામાં આવ્યો છે જેથી નવો જવનો ટેકાનો ભાવ 370 રૂપિયા પ્રતિ મણ થયો છે.
મસુરમાં 85 રૂપિયા પ્રતિ મણના ભાવ સાથે વધારો કરવામાં આવ્યો છે જેથી નવો મસુરનો ટેકાનો ભાવ રૂ.1285 પ્રતિ 20 કિલોના થયા છે.
મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાણવા અહી ક્લિક કરો
ડાંગર,બાજરી,જુવાર,મકાઈના ટેકાના ભાવ જાણવા અહી ક્લિક કરો
ટેકાના ભાવ શું છે?
ટેકાના ભાવ શું છે? ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ટેકાના ભાવની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ અંતર્ગત કેન્દ્ર સરકાર પાકની લઘુત્તમ કિંમત નક્કી કરે છે, આ કિમતને ટેકાનો ભાવ કહેવામાં આવે છે. આ ટેકાના ભાવનો ફાયદો એ છે કે જો બજારમાં પાકના ભાવ ઘટે તો પણ સરકાર આ જાહેર કરેલા ટેકાના ભાવ પર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે.
આ સિસ્ટમથી ખેડૂતોને નુકશાન થતું નથી. આશરે 60ના દાયકામાં ભારત સરકાર દ્વારા ખોરાકને અછતથી બચાવવા માટે ટેકાના ભાવની શરૂઆત કરવામાં આવી હતી. ટેકાનો ભાવ સૌપ્રથમ ઘઉં પર જાહેર કરવામાં આવ્યો હતો જેથી ખેડૂતો પાસેથી સરકાર ઘઉં ખરીદી કરી તેને પીડીએસ યોજના હેઠળ ગરીબોમાં વહેંચી શકે.
Home Page | અહી ક્લિક કરો |
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા | અહી ક્લિક કરો |
આજના બજાર ભાવ | અહી ક્લિક કરો |
ટેકાના ભાવની નોંધણી માટે કોઈપણ મુશ્કેલી જણાય તો સહાય હેલ્પલાઇન નંબર 079-26407609, 079-264076010, 079-264076011 અને 079-264076012 પર સવારે 9-00 થી સાંજના 6-00 સુધી સંપર્ક કરવાનો રહેશે.