ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતીવાડી ની અલગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષ 2023-24 માં ખેડુતો આ વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે એ હેતુથી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આઈ-ખેડૂત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ચલાવવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાતનો કોઈપણ ખેડૂત સરળતા થી ઓનલાઈન અરજી કરી શકે છે. સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર સોલાર ઝટકા મશીન સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.
સોલાર ઝટકા મશીન ઓનલાઈન અરજી
સોલાર ઝટકા મશીન સહાયનો લાભ લેવા માંગતા લાભાર્થી વહેલી તકે અરજી કરવાને રહેશે કારણકે જે તે તાલુકા માંથી કુલ 10 ટકાથી વધુ અરજી આવશે તે પછી આ તાલુકાનાં ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકશે નહી. આ યોજનામાં વહેલા તે પહેલા ના ધોરણે સહાય આપવામાં આવશે.
આ યોજનામાં લાભાર્થી ને સોલાર ઝટકા મશીનની કુલ કિમતના 50 ટકા અથવા 15,000 રૂપિયા બને માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. એટલે વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કેવીરીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
Step 1 :- સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલની સતાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
Step 2 :- એક નવું પેજ ખૂલે જેમાં યોજનાઓ ઓપસન પર ક્લિક કરવાનું રહેશે.
Step 3 :- ત્યારબાદ એક નવી ટેબ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ઓપસન પર ક્લિક કરો.
Step 4 :- આટલું કર્યા પછી પેજને નીચેની બાજુ સ્ક્રોલ કરો અને તમને વિવિધ યોજનાઓ જોવા મળશે.
Step 5 :- હવે તેમાંથી સોલાર પાવર યુનિટ/કીટ યોજના પર ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરી શકશો.
આ યોજનામાં અરજી કરેતી વખતે લાભર્થી એ આધાર કાર્ડ, બેન્ક પાસબુકની પેહલા પેજની નકલ, 7-12 અને 8-અ ઉતારા જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 08/11/2023 સુધી છે.
મહતપુર્ણ લિન્ક
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
પીએમ કિસાન 2000 રૂપિયા સહાય લિસ્ટ | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમને આશા છે કે તમને સોલાર ઝટકા મશીન માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આર્ટિક્લ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.