આઈ ખેડૂત પોર્ટલ 2023 :- ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતીવાડી ની અલગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષ 2023-24 માં ખેડુતો આ વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે એ હેતુથી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ 2023
પોર્ટલ નું નામ | આઈ-ખેડૂત પોર્ટલ |
રાજ્ય | ગુજરાત |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઈન |
ઓફિસિયલ પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
લાભાર્થી | ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો |
આઈ-ખેડૂત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ચલાવવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાતનો કોઈપણ ખેડૂત સરળતા થી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલનો સૌથી મોટો લાભ એ છે કે ખેડૂતોએ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા માટે કોઈપણ સરકારી ઓફિસ કે બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં. આઈ ખેડૂત પોર્ટલ ની કોઈપણ યોજના માટે નિશુલ્ક નોંધણી કરાવી શકે છે.
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?
સ્ટેપ 1 : આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી માટે અરજદારે ઓ આઈ-ખેડૂત પોર્ટલ એટલેકે https://ikhedut.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
Step 2 :- તમારી સ્ક્રીન પર હોમ પેજ ખુલશે. ત્યાર પછી “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરો. આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
Step 3 :- પેજ ખુલ્યા પછી, વિવિધ પ્રકારની અલગ અલગ યોજનાઓનું લિસ્ટ જોવા મળશે. તમે જે યોજનાનો લાભ લેવો માંગતા હોય તેમને જે તે યોજના પર ક્લિક કરવાનું રહેશે.
Step 4 :- યોજનાના નામ પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખુલશે અને તમારે જે યોજના માટે અરજી કરવાની છે તે યોજના પર ક્લિક કરો.
Step 5 :- હવે પછી એક પછી એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમને પૂછવામાં આવશે કે તમે પહેલાથી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.
Step 6 :- જો તમે પહેલાથી રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના બંને એક ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. નીચે આપેલ આગળ વધોના બટન પર ક્લિક કરો. હવે નવી સ્ક્રીન ખુલશે જેમાં નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરો.
Step 7 :- બટન પર ક્લિક કર્યા પછી, જે તે યોજના માટેનું અરજી ફોર્મ તમારી સ્ક્રીન સામે ખુલશે. આ ફોર્મ માં અરજદારે પોતાનું નામ, સરનામું, આધારકાર્ડ નંબર, બેંક ની વિગતો, મોબાઈલ નંબર, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો વગેરે ભરવાની રહેશે. પછી ફોર્મમાં નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરી અરજી સેવ કરો બટન પર ક્લિક કરો.
આપેલ સ્ટેપ ફોલો કર્યા પછી તમારી આઈ ખેડૂત પોર્ટલ પર તમારી સફળતાપૂર્વક અરજી થઈ જશે. પરંતુ તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોય તો ગ્રામ પંચાયત ખાતેથી VCE ઓપરેટર અથવા CSC Center દ્વારા પણ ખેડૂત ઓફલાઈન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ લિંક્સ
આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હેલ્પલાઇન નંબર | અહી ક્લિક કરો |
Whatsapp ગ્રુપ માં જોડાવ | અહી ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાઓ
આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વેગરે યોજનાઓ પર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે.
પીએમ કિસાન યોજના 2000 રૂપિયા હપ્તો ચેક કરવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજો
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.
- અરજદારનું આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક એકાઉન્ટ પાસબુક
- મોબાઇલ નંબર
- જમીનની વીગતો(7-12 ઉતારા વગેરે)
અમને આશા છે કે તમને આઈ ખેડૂત પોર્ટલ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આર્ટિક્લ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.