Home કૃષિ સમાચાર વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર, આવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો

વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર, આવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો

0
gujarat tekana bhav registration for paddy jowar and millet at msp
gujarat tekana bhav registration for paddy jowar and millet at msp

નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ વખતે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ડાંગર, મકાઈ, બાજરી અને જુવાર વગેરે પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

આ વખતે ગુજરાતમાં બાજરી, મકાઈ, મગફળી, જુવાર, ડાંગર વગેરે પાકોનું સારા પ્રમાણમાં નોધાયું છે. ખેડૂતોને પોતાના ભાવના સારા ભાવ મળે, તેવી આશા રાખે છે. સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે છે. ગુજરાત સરકાર દ્વારા ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, વગેરે પાકોની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ હેઠળ કરવામાં આવશે.

ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન 1લી ઓક્ટોબરના રોજ ચાલુ થઈ ગયેલ છે.

બાજરી ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન

બાજરીનું ટેકાના ભાવે વેચાણ માટેનો સમયગાળો 1ઓક્ટોબર થી 31મી ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્યાં કરવું તેની માહિતી નીચે મુજબ છે. આ વખતે બાજરીનો ટેકાનો ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખેલ છે.

આ પણ વાંચો :- મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ક્લિક કરો

ડાંગર ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન

ડાંગર ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન 1લી ઓક્ટોબરના રોજ ચાલુ થઈ ગયેલ છે. ડાંગરનું ટેકાના ભાવે વેચાણ માટેનો સમયગાળો 1ઓક્ટોબર થી 31મી ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્યાં કરવું તેની માહિતી નીચે મુજબ છે. આ વખતે ડાંગરનો ટેકાનો ભાવ 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખેલ છે.  ડાંગર (ગ્રેડ-એ)નો ભાવ રૂપિયા 2,203 પ્રતિ ક્વિન્ટલ રાખેલ છે.

જુવાર ટેકાના ભાવ રજીસ્ટ્રેશન

જુવારનું ટેકાના ભાવે વેચાણ માટેનો સમયગાળો 1ઓક્ટોબર થી 31મી ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્યાં કરવું તેની માહિતી નીચે મુજબ છે. આ વખતે જુવારનો ટેકાનો ભાવ 3,180 રૂપિયા અને જુવાર (માલદંડી)નો ભાવ 3225 પ્રતિ ક્વિન્ટલ રાખેલ છે.

પીએમ કિસાન 2000 રૂપિયા સહાય અહી ક્લિક કરો

મકાઈ ટેકાના ભાવ રજીસ્ટ્રેશન

મકાઈનું ટેકાના ભાવે વેચાણ માટેનો સમયગાળો 1ઓક્ટોબર થી 31મી ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્યાં કરવું તેની માહિતી નીચે મુજબ છે. આ વખતે મકાઈનો ટેકાનો ભાવ 2,090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખેલ છે.

ટેકાના ભાવ માટે ક્યાં દસ્તાવેજ જોઈશે?

  • અરજદારના આધાર કાર્ડની નકલ,
  • 7/12 અને 8/અ ની ઉતારા નકલ
  • ગામ નમૂના નબર 12માં પાક વાવણી અંગેની નોંધણી ના થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો
  • બેંક ખાતાની વિગત જેમ કે, બેંક પાસબુકની પહેલા પેજની નકલ અથવા કેન્સલ ચેક 

ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીનું વેચાણ કરતા લાભાર્થી ખેડૂતોનું રજીસ્ટ્રેશન વિના મુલ્યે થશે. ટેકાના ભાવનો નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી ખેડૂતોએ ટેકાના ભાવના રજીસ્ટ્રેશન માટે VCE (વી.સી.ઈ. ઓપરેટર) ને કોઈપણ રકમ આપવી નહી.

આ પણ વાંચો :- આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અહી ક્લિક કરો

ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન પોર્ટલ

ટેકાના ભાવ માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. પરંતુ ખેડૂતો ઓનલાઈન જાતે અરજી શકતા નથી. ખેડૂતો એ નજીકના માર્કેટયાર્ડ(APMC) અથવા તો ગામ પંચાયત પર જઈ ને ટેકાના ભાવ નું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ટેકાના ભાવ માટેની ખરીદી તા.01/10/2023 થી તા.31/10/2024  સુધી જ કરવામાં આવશે. જે પણ ખેડૂતે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેમને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ટેકાના ભાવના રજીસ્ટ્રેશન સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક :-

Home Page અહી ક્લિક કરો
આમર વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો

ટેકાના ભાવની નોંધણી માટે કોઈપણ મુશ્કેલી જણાય તો સહાય હેલ્પલાઇન નંબર 079-26407609, 079-264076010, 079-264076011 અને 079-264076012 પર સવારે 9-00 થી સાંજના 6-00 સુધી સંપર્ક કરવાનો રહેશે.

Previous articleજમીનના વર્ષો જુના રેકોર્ડ : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો ઓનલાઈન ઘેરબેઠા તમારા મોબાઈલમાં
Next articleટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતો માટે અગત્યના સમાચાર, સરકારનો મોટો નિર્ણય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here