ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાને લઈ ને સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા 15 નવેમ્બર 2023ના રોજ પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશભરના કુલ 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાના કુલ ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં પહેલો હપ્તો એપ્રિલ-જુલાઈની વચ્ચે જમા કરવામાં આવે છે. જયારે બીજો હપ્તો ઑગસ્ટ-નવેમ્બર મહિનાની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર-માર્ચ મહિનાની વચ્ચે જમા કરવામાં આવે છે.
યોજનાનુ નામ | પીએમ કિસાન યોજના |
હવે કયો હપ્તો આવશે | 15મો હપ્તો |
કેટલી સહાય મળશે | 2000 રૂપિયા |
હપ્તો કયારે આવશે | તારીખ હજુ નક્કી નથી |
રાજ્ય | દેશના તમામ રાજ્યો |
વાર્ષિક સહાય | 6000 રૂપિયા |
પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો જમા થયો કે નહી કેવીરીતે ચેક કરવું?
પીએમ કિસાન યોજના હેઠળ તમને 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહી ચેક કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.
Step 1 :- સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ– https://pmkisan.gov.in/ પર જવા ક્લિક અહી કરો.
Step 2 :- વેબસાઈટ ખૂલ્યા પછી ‘ફોર્મર કોર્નર’ના અંતર્ગત ‘બેનેફિશિયરી સ્ટેટસ’ ઓપ્શન પર ક્લિક કરો.
Step 3 :- ક્લિક કર્યા પછી એક નવું પેજ આવશે જેમાં આપનો આધાર નંબર, ખાતા નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી Submit બટન પર ક્લિક કરો.
Step 4 :- હવે જે પેજ ખુલશે તેમાં લેટેસ્ટ 2000 રૂપિયાનો હપ્તો જમા થયો છે નહી તેની માહિતી મળી જશે.
તમારા ખાતામાં હપ્તો જમા થયો કે નહી ચેક કરવા અહી ક્લિક કરો
ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો ને વાર્ષિક કુલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ છ હજાર રૂપિયાની રકમ 4 મહિના અંતરે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતો ને 2000રૂપિયા ના કુલ ત્રણ હપ્તા આપવામાં આવે છે.