Home કૃષિ સમાચાર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં 6000 રૂપિયા વધારીને 8000 રૂપિયા કરવાની તૈયારી

સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં 6000 રૂપિયા વધારીને 8000 રૂપિયા કરવાની તૈયારી

0
pm kisan yojana sahay increased rs 6000 to rs 8000
pm kisan yojana sahay increased rs 6000 to rs 8000

સરકાર દ્વારા નાના ખેડૂતોની મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. પીએમ કિસાન યોજના હેઠળની 6000 રૂપિયાની રકમ વધારીને 8000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નાના ખેડૂતોને ત્રણ સપ્તાહમાં આપવામાં આવતી રકમ છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે.

ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિ ભારતના આર્થિક ક્ષેત્ર મહત્વનું છે. તેથી દેશના ખેડૂતની વાવણીથી લઈને લણણી સુધીની તમામ યોજનાઓ સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી એક મોટી યોજના એટલે પીએમ કિસાન યોજના. આ યોજનાને લગતા એક સમાચાર આવ્યા છે. જેની માહિતી આ પોસ્ટમાં જાણીશું.

પીએમ કિસાન યોજના 15મો હપ્તો

પીએમ કિસાન યોજના હેઠળ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરંતુ આ યોજના હેઠળ એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ખેડૂતોને 8000 રૂપિયા આપવાની તૈયારી કરી રહ્યું છે.

સરકાર દ્વારા આ રકમ ત્રણ હપ્તામાં આપવાની તૈયારીમાં છે. આવનારી 2024 પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6 હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા મળી શકે છે એવી સરકારની તૈયારી છે.

પીએમ કિસાન યોજનાનો લાભ

સરકારના આ નિર્ણયને પગલે ભારતના 11 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે છે. પીએમ કિસાન યોજના વર્ષ 2018માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ આશરે 2.24 લાખ કરોડ રૂપિયાની સહાય સરકાર આપી ચૂકી છે.

પીએમ કિસાન યોજનામાં અગત્યના અપડેટ

પીએમ કિસાન યોજનામાં આ અપડેટ વિષે નામ ના આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ નિર્ણય વિચારધીન છે. જો આ નિર્ણય લેવાય જાય તો સરકારને 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ વધશે. આ યોજના હેઠળની રકમ સીધી ખેડૂતોને બેન્ક ખાતામાં મળે છે.

પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો કયારે મળશે?

એક ન્યૂઝ અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો આગામી 27 નવેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે.

પીએમ કિસાન યોજના 2000 રૂપિયા સહાય અહી ક્લિક કરો

અમને આશા છે કે તમને ખેડૂતો માટે સમચાર, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ ખેડૂતોને નહી મળે આજે જ ચેક કરો લિસ્ટ પોસ્ટ ગમી હશે. પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

હોમ પેજ અહી ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ અહી ક્લિક કરો

Previous articleઘઉંના ભાવમાં વધારો – ઘઉંના ભાવ વધીને રૂ.600ની સપાટીએ પહોંચ્યા જાણો આજના ઘઉંના ભાવ
Next articleખેડૂતો માટે ખુશ ખબર :- પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા ચેક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here