Home કૃષિ સમાચાર ઘઉંના ભાવમાં વધારો – ઘઉંના ભાવ વધીને રૂ.600ની સપાટીએ પહોંચ્યા જાણો આજના...

ઘઉંના ભાવમાં વધારો – ઘઉંના ભાવ વધીને રૂ.600ની સપાટીએ પહોંચ્યા જાણો આજના ઘઉંના ભાવ

0
Wheat prices rise to 600 rs know latest wheat price
Wheat prices rise to 600 rs know latest wheat price

સરકારના અહેવાલ અનુસાર ગત સિઝનમાં ઘઉંનું ઓછુ ઉત્પાદન થયુ હોવાની શક્યતા છે. આથી ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં ઘઉંની આવક પ્રમાણમા ઓછી નોધાયી રહી છે. આથી ઘઉંના ભાવમાં ક્રમશ વધારો જોવા મળ્યો છે. ઘઉંના ભાવની વાત કરીએ તો હાલ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડોમાં સરેરાશ ભાવ 500 થી 600 ની સપાટીની વચ્ચે બોલાઈ રહ્યો છે. બીજી બાજુ ટેકાના ભાવની વાત કરીએ તો નવી સિઝન માટે સરકારે ઘઉંનો ટેકાનો ભાવ 455 રૂપિયા પ્રતિ મણ જાહેર કરેલ છે.

નવી સીઝનમાં ઘઉંનો વાવેતર કેટલું થાય છે અને ઘઉંનો ઉત્પાદન કેવું આવે છે આ બને કારણો ઘઉંના બજાર પર અસર કરશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘઉંના ભાવમાં મોટો વધારો ન થાય એ માટે સરકાર પાસે જે સ્ટોક છે એનું ઓપન માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ભારત આટા નામ સાથે ઘઉંનો લોટ બહાર પાડવામાં આવ્યો છે. આ ઘઉંના લોટનો ભાવ 27.50 પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવશે.

ઘઉંના ભાવ જાણવા અહી ક્લિક કરો

ડ્રોનથી છંટકાવ યોજના

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15/02/2024 છે.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અહી ક્લિક કરો

Previous articleજીરાના ભાવમાં વધારો – જીરાના બજારમાં ઘટ્યા ભાવથી 1000 રૂપિયા સુધીનો વધારો
Next articleસરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં 6000 રૂપિયા વધારીને 8000 રૂપિયા કરવાની તૈયારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here