Home કૃષિ સમાચાર જીરાના ભાવમાં વધારો – જીરાના બજારમાં ઘટ્યા ભાવથી 1000 રૂપિયા સુધીનો વધારો

જીરાના ભાવમાં વધારો – જીરાના બજારમાં ઘટ્યા ભાવથી 1000 રૂપિયા સુધીનો વધારો

0
Increase in price of Jeera by 1000 rs from fall in the market
Increase in price of Jeera by 1000 rs from fall in the market

ગુજરાતનાં માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. જીરાના ભાવ સતત ઘટાડા બાદ જીરાના ભાવમાં નીચેથી ભાવ વધવાની શરૂઆત થઈ છે. જીરાના ભાવની વાત કરીએ તો આ અઠવાડીયાના પ્રથમ ત્રણ દિવસમાં જીરાના ભાવમાં મણે સરેરાશ 1000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. એશિયાના સૌથી મોટા અને જીરાનું હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો સરેરાશ ભાવ 8500 થી 9000 રૂપિયા વચ્ચે જીરાના ભાવ નોધાયી રહ્યા છે.

ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડ દિવાળી વિકેશનના કારણે બંધ રહે એ પહેલા લેવાલી નોધાયી રહી છે. NCDEX વાયદાની વાત કરીએ તો તેમાં નીચેના સ્તરેથી સારા એવો વધારો નોધાયો છે. ભારત મિડલ ઈસ્ટના દેશોમાં જીરાની વ્યાપક નિકાસ કરે છે. જેથી નિકાસ પર અસર પડી છે.

તેના કારણે છેલ્લા ત્રણ મહિનાથી જીરાની નિકાસની માંગમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે. જીરાના ભાવ પ્રમાણમા નીચા સ્તરે આવ્યા છે આ પરિબળની કારણે નિકાસ અને દેશમાં માંગ વધે એવી આશા છે. માર્કેટયાર્ડમાં આવા જીરાની આવકને હજુ ત્રણ થી ચાર મહિના થયા છે. એક એહવાલ અનુસાર નવી સીઝનમાં જીરાનું વાવેતર નોધપાત્ર વધશે એવી શક્યતા છે.

જીરાના ભાવ નિયમિત જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

આજના જીરાના ભાવ(07/11/2023 ના ભાવ)

રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7000 અને ઊંચો ભાવ 8700 રૂપિયા બોલાયો હતો. હળવદ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7750 અને ઊંચો ભાવ 8590 રૂપિયા બોલાયો હતો. ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6001 અને ઊંચો ભાવ 9001 રૂપિયા બોલાયો હતો. મોરબી માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 5450 અને ઊંચો ભાવ 8250 રૂપિયા બોલાયો હતો. જામનગર માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7830 અને ઊંચો ભાવ 8555 રૂપિયા બોલાયો હતો.

આ પાણ વાંચો :- આ તારીખે 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવશે.

બોટાદ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6490 અને ઊંચો ભાવ 8340 રૂપિયા બોલાયો હતો. ધ્રોલ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6000 અને ઊંચો ભાવ 7600 રૂપિયા બોલાયો હતો. જામખંભાળિયા માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7500 અને ઊંચો ભાવ 8100 રૂપિયા બોલાયો હતો. પોરબંદર માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 5800 અને ઊંચો ભાવ 7100 રૂપિયા બોલાયો હતો. જસદણ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6500 અને ઊંચો ભાવ 8700 રૂપિયા બોલાયો હતો.

વાંકાનેર માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7000 અને ઊંચો ભાવ 8820 રૂપિયા બોલાયો હતો. જેતપુર માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 5000 અને ઊંચો ભાવ 7500 રૂપિયા બોલાયો હતો.

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7411 અને ઊંચો ભાવ 10,500 રૂપિયા બોલાયો હતો. પાટણ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6000 અને ઊંચો ભાવ 7600 રૂપિયા બોલાયો હતો.

Previous articleઆજના(07/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleઘઉંના ભાવમાં વધારો – ઘઉંના ભાવ વધીને રૂ.600ની સપાટીએ પહોંચ્યા જાણો આજના ઘઉંના ભાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here