Home કૃષિ સમાચાર જમીનના વર્ષો જુના રેકોર્ડ : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો ઓનલાઈન ઘેરબેઠા...

જમીનના વર્ષો જુના રેકોર્ડ : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો ઓનલાઈન ઘેરબેઠા તમારા મોબાઈલમાં

0
online old land records now get on your mobile with digitally signed
online old land records now get on your mobile with digitally signed

જમીનના વર્ષો જુના રેકોર્ડ : નમસ્કાર ખેડૂતમિત્રો, આજની પોસ્ટમાં તમારું સ્વાગત છે. હવે તમે ઘરેબેઠા તમારી જમીનના 7/12 અને 8-અ ના ઉતારા ઘરેબેઠા તમારા મોબાઈલમાં સરળતાથી જોઈ શકો છો. આ સેવા ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરેલ છે જેમાં તમે ઘરેબેઠા તમારી જમીના વર્ષો જૂના કોઈપણ રેકોર્ડ ફકત એક ક્લિકમાં જોઈ શકશો.

જમીનના વર્ષો જુના રેકોર્ડની નવી અપડેટ

આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ડિજિટલ સિસ્ટમ દિવસે ને દિવસે વધતી જાય છે. ગુજરાત સરકાર દ્વારા જમીનના રેકોર્ડ ને લગતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દરેક ખેડૂતોને ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ સાબિત થશે. હવે ખેડૂતો પોતાની જમીનના રેકોર્ડ જેવા કે 7/12, 8-A, 6 ઉતારા વગેરે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. અને આ ઉતારા ડીજીટલ સાઇન્ડની સાથે પણ તમે હવે મેળવી શકશો. આ નકલ સરકારની ઓફિસિયલ વેબસાઈટ iORA portal પરથી જોઈ શકાશે.

આ પણ વાંચો :- આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો

આ નકલ પર તમને એક કયુઆર કોડ (QR Code) જોવા મળશે. આ કોડની મદદથી કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અધિકૃતતાની ખાતરી કરી શકશે. ગુજરાત રાજ્યના લોકો ને સરળતાથી અને કોઈપણ સમસ્યા વગર રાજય સરકારે દ્વારા આ સેવાઓ આપવામાં આવે રહે છે. હવે આપણે જાણીશું કે /ઓનલાઈન વર્ષો જૂના રેકોર્ડ કેવીરીતે જોવા.

7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઇન કેવીરીતે જોવા

Step 1 :- સૌથી પહેલા સરકારના સતાવાર પોર્ટલ AnyRoR અથવા i-ORA પર પોર્ટલ પર જાઓ.

Step 2 :- વેબસાઈટ ખુલ્યા બાદ તમારી સ્ક્રીન સામે “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” ઓપસન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

Step 3 :- મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે આપેલ Captcha Codeમાં જે આપેલ છે તેને નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. હવે પછી નીચે “Generate OTP” બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જે નંબર નાખ્યો હશે તેના પર વેરિફિકેશન કોડ આવશે.

Step 4 :- નાખેલા મોબાઈલ નંબર પર જે વેરિફિકેશન કોડ આવેલ છે તેને Textbox મા ભરીને “Login” બટન પર click કરો. હવે એક નવું પેજ ખુલશે જેમાં ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ દેખાશે. જેમાં પહેલું ઓપ્શન ગામ નમૂના નંબર ની વિગતો જેમાંથી તમારે ગામ નમૂના નંબર 7 પસંદ કરવાનું રહેશે.

Step 5 :- આ ફોર્મમાં તમારે જીલ્લાનું નામ,, તાલુકાનું નામ, ગામનું નામ અને સરવે/ બ્લોક નંબર પસંદ કરવાનું રહેશે. હવે નીચે “Add Village Form”પર ઓપ્શન પર ક્લિક કરો.

આ પણ વાંચો :- પીએમ કિસાન યોજના 2000 રૂપિયાની સહાય અહી ક્લિક કરો

Step 6 :- હવે તમારી સ્ક્રીન સામે એક યાદી ખુલશે જેમાં તમે જે માહિતી ભરી છે તેની ચકાસણી કરી નીચે Procced For Payment બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 7 :- આગળ “Procced For Payment” પર ક્લિક કર્યા પછી જો તમારે કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” બટન પર ક્લિક કરવાનું રહેશે. માહિતી ચેક કર્યા પછી હવે ફાઈનલ “Pay Amount“ બટન પર ક્લિક કરો.

Step 8 :- ગામ નમૂના માટે જે પણ ફી છે એ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે તેની નોધ લેવી. હવે ઓનલાઈન પેમેન્ટની કર્યા પછી ડિજિટલ ગામ નમૂના નંબર 7 ડાઉનલોડ કરવા માટેની એક સ્ક્રીન ખુલશે જેમાં “Download RoR” બટન પર ક્લિક કરીને તમે ડિજિટલ ગામ નમૂના નંબર 7 જોઈ અને ડાઉનલોડ કરી શકશો.

Step 9 :- જો તમે પેમેન્ટ કર્યું છે છે પણ હજુ સુધી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલ ન હોય તો તમારે “Generate રોર” બટન પર ક્લિક કરવાનું રહેશે. આ જેનરેટ થયેલ ડીજીટલ ગામ નમૂના નંબર તમે 24 કલાક સુધી જ ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ તમે જોઈ શકશો નહી તેની ખાસ નોધ લેવી.

Step 10 :- તમે ડાઉનલોડ કરેલ ડીજીટલ ગામ નમૂના નંબરમાં એક ડીજીટલ સાઇન્ડ હોય છે. આ ડીજીટલ સાઇન્ડ વાળી નકલ ગુજરાત સરકાર દ્વારા માન્ય હોય છે. આ ડીજીટલ ગામ નમૂના નંબરમાં એક QR Code હોય છે તેને સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આ નકલની ચકાસણી કરી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવવા અહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો

Previous articleખેડૂતો માટે સારા સમાચાર :- ઘઉં, ચણા, રાયડાના ટેકાના ભાવમાં વધારો, જાણો કેટલા ભાવ વધ્યા
Next articleવિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર, આવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here