Home કૃષિ સમાચાર હવામાન વિભાગની વરસાદની આગાહી, જાણો ક્યાં જીલ્લામાં વરસાદની શક્યતા છે

હવામાન વિભાગની વરસાદની આગાહી, જાણો ક્યાં જીલ્લામાં વરસાદની શક્યતા છે

0
rain news for farmers meteorological department rain forecast gujarat
rain news for farmers meteorological department rain forecast gujarat

હવે રાજ્યમાંથી ચોમાસુ ગયું હોય એવું લાગે છે. અને વાતાવરણ માં પણ એકાએક પલટો આવતા વાતાવરણ પણ સૂકું લાગે છે. ગુજરાતનાં દક્ષિણ- પશ્ચિમ ભાગમાં પવન ફૂંકાવાના કારણે અત્યારે રાજ્યમાં સવારે ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે એમ બેવડી ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હવે શિયાળાની શરુઆત થશે. આપણે બધા જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં અલગ અલગ જગ્યાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હોય છે. આ કારણે પર્વતવાળા વિસ્તારમાં હિમવર્ષા થતે હોય છે આ કારણોસર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. હવે જાણીએ ક્યાં દિવસે ક્યાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :- કપાસનો ઊંચો ભાવ 1600 રૂપિયા ભાવ બોલાયો વધુ માહિતી જાણવા ક્લિક કરો

14 ઓક્ટોબરની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 14 ઓક્ટોબરે એક સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો એકાએક પલટો આવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે 15 અને 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની સંભાવના નીચે મુજબના જિલ્લાઓમાં રહેશે.

15 ઓક્ટોબરની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 15 ઓક્ટોબરે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા,બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બીજા જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં વાતાવરણ સૂકું રહેશે તેવું અનુમાન છે.

16 ઓક્ટોબરની આગાહી

આ દિવસે મુખત્વે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર,સાબરકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા છે. જયારે અન્ય જિલ્લાઓમા વાતાવરણ સૂકું રહેશે તેવું અનુમાન છે.

15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો 15 અને 16 ઓક્ટોબરે વરસાદ પડશેતો ખેડૂતોને નુકશાનની ચિતા ભરમાઈ શકે છે. કારણકે વર્તમાનમાં ખેતરમાં ચોમાસું પાક તૈયાર છે અને વરસાદ થાય તો ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે.

આ પણ વાંચો :- આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અહી ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહે અનુસાર 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવશે આ સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવી શકે છે અને વરસાદ આવી શકે છે. 19 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.

મહત્વપૂર્ણ લિન્ક

વરસાદ લાઈવ અપડેટ જોવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ પર જવા અહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Previous articleપીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો આવે એ પહેલાં આ ત્રણ કામ કરી લો, નહીં તો આગામી હપ્તો નહી મળે
Next articleખેડૂતો માટે ચિંતાના સમાચાર – હવામાન વિભાગની વરસાદની આગાહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here