હવે રાજ્યમાંથી ચોમાસુ ગયું હોય એવું લાગે છે. અને વાતાવરણ માં પણ એકાએક પલટો આવતા વાતાવરણ પણ સૂકું લાગે છે. ગુજરાતનાં દક્ષિણ- પશ્ચિમ ભાગમાં પવન ફૂંકાવાના કારણે અત્યારે રાજ્યમાં સવારે ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે એમ બેવડી ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે.
રાજ્યમાં હવે શિયાળાની શરુઆત થશે. આપણે બધા જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં અલગ અલગ જગ્યાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હોય છે. આ કારણે પર્વતવાળા વિસ્તારમાં હિમવર્ષા થતે હોય છે આ કારણોસર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. હવે જાણીએ ક્યાં દિવસે ક્યાં વરસાદની શક્યતા છે.
15 ઓક્ટોબરની આગાહી :- હવામાન વિભાગની આગાહી અનુસાર 15 ઓક્ટોબરે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા,બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બીજા જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં વાતાવરણ સૂકું રહેશે તેવું અનુમાન છે.
16 ઓક્ટોબરની આગાહી :- આ દિવસે મુખત્વે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર,સાબરકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા છે. જયારે અન્ય જિલ્લાઓમા વાતાવરણ સૂકું રહેશે તેવું અનુમાન છે.
15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો 15 અને 16 ઓક્ટોબરે વરસાદ પડશેતો ખેડૂતોને નુકશાનની ચિતા ભરમાઈ શકે છે. કારણકે વર્તમાનમાં ખેતરમાં ચોમાસું પાક તૈયાર છે અને વરસાદ થાય તો ખેડૂતોના પાકને નુકશાન થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહે અનુસાર 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવશે આ સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવી શકે છે અને વરસાદ આવી શકે છે. 19 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.
મહત્વપૂર્ણ લિન્ક
વરસાદ લાઈવ અપડેટ જોવા | અહી ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ પર જવા | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |