નમસ્કાર ખેડૂતમિત્રો, રાજ્યમાં આજે 11 વાગે ‘Large Scale Testing of Cell Broadcast’ થનાર છે. આ સિસ્ટમ ને સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ કહેવામા આવે છે જેના ઉપયોગથી એકસાથે બધાજ મોબાઈલમાં અલગ અલગ કુદરતી આપત્તિઓ ની અગત્યની માહિતી મોકલવા માટે આ સિસ્ટમ ઉપયોગી સાબિત થાય છે.
સરકાર દ્વારા અપાતી ચેતવણીઓ જેવી કે હવામાન વિભાગની ગંભીર ચેતવણી, કુદરતી આપતીઓની ચેતવણીઓ જેવી સૂચનાઓ મોબાઈલના ઉપયોગથી જાહેર જાણતા સુધી મોકલવામાં આવે છે. ટેસ્ટિંગ ના હેતુથી આપના મોબાઇલમા પર એક મેસેજ આવશે
આ મેસેજ ટેસ્ટિંગના હેતુથી મોકલવામાં આવશે
આ ટેસ્ટિંગના મેસેજ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને મોકલવામાં આવે છે. આ મેસેજ ટેસ્ટિંગ હેતુથી મોકલાયો હોવાથી આ મેસેજ ને અવગણવો અને કોઈ ચિંતા કરવાની જેરૂર નથી. આ મેસેજ સમગ્ર દેશમાં ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે.
કોઈ કુદરતી આપતી, કોઈ કટોકટી હોય ત્યારે સરકાર દ્વારા જાહેર જાણતા ને ચેતવણી આપીને સલામતી જગ્યાએ અને કોઈપણ સમસ્યાના થાય એ હેતુથી આ સિસ્ટમ બનાવવામાં આવે છે અને તેના ટેસ્ટિંગના ભાગરૂપે આ મેસેજ તમામ મોબાઇલમા મોકલવામાં આવશે. વધુ માહિતી મેળવવા સરકારી સતવાર વેબસાઈટ પર ચેક કરો.