Home કૃષિ સમાચાર જીરામાં સતત ઘટાડાથી જીરાનો ભાવ 9000 રૂપિયાથી નીચે પહોચ્યો

જીરામાં સતત ઘટાડાથી જીરાનો ભાવ 9000 રૂપિયાથી નીચે પહોચ્યો

0
price of jeera fell below 9000 rs check latest price of jeera
price of jeera fell below 9000 rs check latest price of jeera

જીરાના ભાવમાં છેલ્લા એક અઠવાડીયાથી આશરે 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ પરિબળને કારણે હાલ જીરાના બજાર ભાવમાં અસર જોવા મળી છે. જીરાના ભાવની વાત કરીએ તો ગુજરાતનાં અલગ અલગ માર્કેટયાર્ડમાં સરેરાશ 9000 રૂપિયાની સપાટીની આસપાસ ભાવ નોધાયો છે. ગપ્ત અઠવાડીયા પહેલા જીરાનો ભાવ 10 હજાર થી 11 હજારની વચ્ચે ભાવ બોલાતો હતો.

પરંતુ હમણાથી આ ભાવમાં થોડો ઘટાડો નોધાયો છે. નવી સિઝનમાં જીરાનું વાવેતર વધશે એવી શક્યતાના લીધે બજારમાં જીરાની વેચવાલીનું પ્રેશર વધ્યું છે. બીજું બાજુ જો ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુધ્ધ લાંબુ ચાલશે તો આની સીધી અસર મિડલ ઈસ્ટના વેપાર પર જોવા મળી શકે છે.

કારણકે ભારત મિડલ ઈસ્ટના દેશોમાં જીરાની વ્યાપક નિકાસ કરે છે. જેથી નિકાસ પર અસર પડી શકે છે. તેના કારણે આગામી દિવસમાં જીરાના ભાવ પર વૈશ્વિક પરિબળોની અસર થઈ રહી છે. આગામી દિવસમાં જીરાના ભાવ કેવા રહે છે તે જોવા રહ્યું.

જીરાના ભાવ જોવા અહી ક્લિક કરો

શાકભાજી પાકોમાં સહાય માટે 31 ઓક્ટોબર સુધી અરજી

આઈ ખેડૂત પોર્ટલ પર આગામી 31 ઓક્ટોબર સુધી શાકભાજી પાકોમાં વાવેતર માટે અરજી કરી શકાશે. શાકભાજી પાકોમાં વાવેતર માટે હાઇબ્રીડ બિયારણ માટે 20 હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે. બિયારણથી થતા પાકો માટે બિયારણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળુ બિયારણ ખરીદી કરી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે. 

અનુ. જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે. જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.

ખરીફ-ડુંગળી માટે પણ આ ઘટક હેઠળ સહાય મળવાપાત્ર થશે. માહિતી અનુસાર ચાલુ વર્ષ દરમિયાન આશરે 6 હજારથી વધુ ખેડૂતોને આ સહાય આપવાનું આયોજન છે.

મહત્વપૂર્ણ લિન્ક

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
આઈ-ખેડૂત પોર્ટલ પર કેવીરીતે અરજી કરવી જાણવા અહી ક્લિક કરો
પીએમ કિસાન 2000 રૂપિયા સહાય લિસ્ટ અહી ક્લિક કરો

Previous articleઆજના(27/10/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleઆજના(31/10/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here