હવામાન વિભાગ દ્વારા આગામે 5 દિવસ જિલ્લા વાઈસ આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. આવામાં હવામાન વિભાગ અનુસાર 15 સપ્ટેમ્બર બાદ અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી વરસાદનું જોર વધશે. કારણ કે, હમણાં આપદે ઉપર કહ્યું એમ ફરી એક સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. તેની સીધી અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે. જેના કારણે અલગ અલગ જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુમાન અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની ગતીવિધિઓ ચાલુ રહેશે.
ગુજરાત હવામાન વિભાગ આગાહી
26 સપ્ટેમ્બરે ગુજરાતના નર્મદા અને તાપીમાં જિલ્લામાં વરસાદની વરસવાની આગાહી છે. જ્યારે અરબી સમુદ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ સિસ્ટમ ને કારણે આ બે જીલ્લામાં ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો
27 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓ, દીવા, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
28 સપ્ટેમ્બરની વાત કરીએ તો ખાસ કરીને ડાંગ અને વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમા થન્ડર સ્ટોમ સિસ્ટમ એક્ટિવિટી થઈ જશે. આના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં છે.
અમદાવાદ, દાહોદ અને પંચમહાલમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Kisan seva
નિયમિત બજાર ભાવ, ખેડૂતો માટે સરકારી યોજનાની માહિતી જાણવા આમરી Kisanseva.in વેબસાઈટની મુલાકાત લેતા રહ્યો