નમસ્કાર ખેડૂત મિત્રો, આ અઠવાડિયામાં જીરાના ભાવમાં નીચેના સ્તરેથી સતત સુધારો નોધાય રહ્યો છે. આવકની વાત કરીએ તો એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં દરરોજ આશરે 5 હજાર બોરીની આવક થઈ રહી છે બીજી બાજુ ભાવની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ 9 હજાર થી 10 હજારની સપાટીની વચ્ચે ભાવ બોલાઈ રહો છે.
NCDEX પર જીરાના આ મહિનાના વાયદામાં સતત વધારો નોધાય રહ્યો છે અને સાથે ભાવ 46,400 રૂપિયાની આસપાસ જીરાનો વેપાર થઈ રહ્યો છે. એક સર્વે અનુસાર આ સીઝનમાં ગુજરાત અને રાજસ્થાનમાં જીરનું વાવેતર નોંધપાત્ર વધશે એવું અનુમાન છે.
પરંતુ હજુ નવા જીરાની આવક માર્કેટયાર્ડમાં થવાને લગભગ ત્રણ મહિના જેટલો સમય છે. જીરાના ભાવમાં દિવાળી પહેલા એકસાથે થયેલ જોરદાર વેચવાલીના કારણે જીરાના ભાવમાં અસર જોવા મળી હતી. દિવાળી પહેલા જીરાના ભાવ 8500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા હતા. પરંતુ હવે જીરાના ભાવમાં નીચેના સ્તરેથી સતત દીમો સુધારો નોધાય રહ્યો છે.
આજના જીરાના ભાવ(તા.23/11/2023ના ભાવ)
રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 8000રૂ અને ઊંચો ભાવ 9270રૂ બોલાયો હતો. ગોંડલ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6401રૂ અને ઊંચો ભાવ 8651રૂ બોલાયો હતો.મોરબી માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 5800રૂ અને ઊંચો ભાવ 9000રૂ બોલાયો હતો.જામનગર માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 8700રૂ અને ઊંચો ભાવ 9250રૂ બોલાયો હતો.પાટડી માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 8531રૂ અને ઊંચો ભાવ 9011રૂ બોલાયો હતો.
બોટાદ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 6500રૂ અને ઊંચો ભાવ 7975રૂ બોલાયો હતો. જામખંભાડિયા માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7000રૂ અને ઊંચો ભાવ 7700રૂ બોલાયો હતો.
ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7600રૂ અને ઊંચો ભાવ 10,060રૂ બોલાયો હતો.થરાદ માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 7000રૂ અને ઊંચો ભાવ 9250રૂ બોલાયો હતો.વારાહી માર્કેટયાર્ડમાં જીરાનો નીચો ભાવ 8000રૂ અને ઊંચો ભાવ 9701રૂ બોલાયો હતો.
મહત્વપૂર્ણ લિન્ક
આજના બજાર ભાવ જાણવા | અહી ક્લિક કરો |
પીએમ કિસાન યોજના 2000 રૂપિયા | અહી ક્લિક કરો |
પોસ્ટ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર