Home કૃષિ સમાચાર PM Kisan 16th Installment :- આજે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા લીસ્ટમાં...

PM Kisan 16th Installment :- આજે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા લીસ્ટમાં તમારું નામ ચેક કરો

0
pm-kisan-16th-installment-check-status-2024
pm-kisan-16th-installment-check-status-2024

દેશભરના કરોડો ખેડૂતોની રાહ આજે પૂરી થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યવતમાલથી કરોડો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરશે.

દેશભરના કરોડો ખેડૂતોને આજે સારા સમાચાર મળી શકે છે. હા, ખેડૂતોની રાહનો અંત આવવાનો છે. આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યવતમાલથી કરોડો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા પાંચ વર્ષમાં 11.8 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના દ્વારા 2.81 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

લિસ્ટમાં તમારું નામ કેવીરીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • આ પછી, હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો અને તમારો રજીસ્ટર નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
  • પછી કેપ્ચા કોડ ભરો અને ‘Get Status’ પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમારી ચુકવણીની સ્થિતિ દેખાશે.
  • પીએમ કિસાન મોબાઈલ એપની મદદ લો
  • સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
  • આ પછી તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
  • હવે OTP દાખલ કરો અને ‘લોગિન’ પર ક્લિક કરો.
  • પછી ‘Beneficiary Status’ પર ક્લિક કરો.
  • આ પછી તમારા પેમેન્ટનું સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાશે.

લિસ્ટમાં તમારું નામ ચેક કરવા અહી ક્લિક કરો

પીએમ કિસાન યોજના 16મો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આજે PM ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. જો કે જે ખેડૂતોએ હજુ સુધી EKYC કરાવ્યું નથી, આ ઉપરાંત જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમારા નામ, પિતાનું નામ, બેંક ખાતાની વિગતો અથવા અન્ય કોઈ ભૂલ કરી હોય, તો તમે તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં તે જાણો.

Source and Credit By tv9gujarati and ABP Asmita.

Previous articleઆજના(27/02/2024)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleઆજના(28/02/2024)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here