ગુજરાતમાં આ વખતે મગફળીનું સારું એવું વાવેતર નોધાયું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું મગફળીનું વાવેતર ખેડૂતોએ સારા પ્રમાણમાં કર્યું છે. બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં(Deesa APMC)માં મગફળીની દરરોજની 1 લાખ કરતાં વધુ બોરીની આવક નોધાયી રહી છે. ગઈકાલે એટલે કે બુધવારે પણ સારી એવી આવક નોધાયી હતી. પરંતુ ભાવમાં ઘટાડો નોધાયો હતો.
ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા 1 અઠવાડિયાથી મગફળીની અધધ આવક થઈ રહી છે, આવકની વાત કરીએ તો ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની આશરે 70 હજારથી 1 લાખ બોરી સુધીની આવક થઈ રહી છે. ગઈકાલે મગફળીની 95,660 બોરીની આવક થઈ હતી.
આ પણ વાંચો :- હાલ કઈ કઈ યોજનોમાં સબસિડી મળી રહી છે જાણવા ક્લિક કરો
ડીસા માર્કેટ યાર્ડમાં આવતો મગફળીનો દાણો સારી ગુણવત્તા હોવાથી આ મગફળી 13 દેશોમાં જાય છે. વર્તમાનમાં આ મગફળીની માંગ ખૂબ વધારે છે. અને ડીસા માર્કેટયાર્ડમાં આવક અધધ નોધાયી રહી છે.
ખેડૂતોને છેલ્લા અઠવાડિયાથી ડીસા માર્કેટયાર્ડમાં સારે કિમત મળી રહી હતી, પરંતુ ગઇકાલે એટલે કે બુધવારે મગફળીના ભાવમાં થોડો ઘટાડો થયો હતો.
ભાવની વાત કરીએ તો ડીસા માર્કેટયાર્ડમાં બુધવારે મગફળીના ભાવમાં ગઈકાલની સરખામણીમાં કુલ 441 જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
ડીસા માર્કેટયાર્ડમાં બુધવારે મગફળીનો નીચો ભાવ 1150 અને ઊંચો ભાવ 1391 રૂપિયા નોધાયો હતો. આથી કહી શકાય કે ડીસા માર્કેટયાર્ડમાં માં મગફળીના સતત વધતા ભાવ ઉપર રોક લાગી છે.
મહત્વપૂર્ણ લિન્ક
ડીસા માર્કેટયાર્ડના ભાવ જાણવા | અહી ક્લિક કરો |
આજના બજાર બજાર ભાવ જાણવા | અહી ક્લિક કરો |
કિસાન સેવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |