હવમાન વિભાગ આગાહી અનુસાર અરબી સમુદ્રમાં એક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ ને કારણે 21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશનનું સર્જન થશે અને આના પગલે ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં આ લૉ-પ્રેશર ને કારણે દરિયામાં એક ચક્રવાત પણ સર્જાઈ રહ્યું છે. આ ચક્રવાતનું નામ ‘તેજ’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે ફરી એક વખત વાવાઝોડાની આફત આવાની શક્યતા છે વાવાઝોડાની ને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણકે હાલ રાજ્યમાં ચોમાસાનો પાક તૈયાર થઈ ગયો છે જેથી ખેડૂતોને પોતાના પાકનું નુકશાન થાય તેની ચિંતા વધી ગઈ છે.
આ વાવાઝોડું આવે તો સૌરાષ્ટ્રનાં ખેડૂતોને પોતાના પાકનું નુકસાન થવાની શકયતા છે. હાલ ખેતરમાં મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાક તૈયાર થઇ ગયો છે જેથી નુકશાન થઈ શકે છે. બીજી બાજુ શિયાળુ પાકની પણ ખેડૂતો તૈયારી કરતાં હોય છે. આવા સંજોગોમાં જો વરસાદ આવે તો ખેડૂતોને ડબલ નુકશાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ ને કારણે 150 કી.મી.ની ગતિ એ પાવા ફૂંકાઈ શકે છે. દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્ય અરબી સાગરમાં ના જવાની સૂચના અપાઈ છે. આ વાવાઝોડાની તીવ્રતા કેવી હશે તેના વિષે હાલ કોઈ માહિતી નથી. પરંતુ સમુદ્રમાં લો પ્રેસરને કારણે આકાશમાં વાદળોનું સર્જન થશે અને 22મી ઓક્ટોબર સુધી એકાએક વાતાવરણમાં પલટો આવી શકે છે.
વાવાઝોડા સાથે સાથે જો ભારે વરસાદ અને પવનની અસર ખેતરોના પાકને વ્યાપક નુકસાન કરી શકે છે.
ખાસ કરીને પશ્ચિમી બાજુના રાજ્યોમાં છૂટાછવાયા વરસાદ સાથે સાથે સવારે ધુમ્મસ અને ઠંડીનો એમ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તમને જણાવીએ કે આ વાવાઝોડું આગળ જતાં ઓમાન તરફ પણ જઈ શકે છે.
મહત્વપૂર્ણ લિન્ક
વરસાદ લાઈવ અપડેટ જોવા | અહી ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ પર જવા | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |