Home કૃષિ સમાચાર ખેડૂતોના ખાતામાં PM મોદીએ PM કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો જાહેર કર્યો,...

ખેડૂતોના ખાતામાં PM મોદીએ PM કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો જાહેર કર્યો, ચેક કરો તમારા ખાતામાં પૈસા જમા થયો કે નહી

0
pm kisan yojana check 15th installment status online
pm kisan yojana check 15th installment status online

પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો જમા કર્યો. પીએમ કિસાન યોજનાના લાભાર્થી અહીથી ચેક કરો કે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થયો કે નહી.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દિવાળીની ભેટ મળી છે. સરકાર દ્વારા બુધવારે પીએમ કિસાન યોજના હેઠળ 15મો હપ્તો જાહેર કરેલ છે. આ યોજનાનો 15મો હપ્તો DBT ના માધ્યમથી દેશના 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો છે. અને ખેડૂતોને 15માં હપ્તાની રકમ મળવાની ઓન શરૂઆત થઈ ગઈ છે.

PM કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ખાતામાં આવ્યા છે કે નહી તે કેવી રીતે ચેક કરવું?

PM કિસાન સન્માન નિધિ યોજનાની લાભાર્થીની યાદીમાં તમારું નામ ચકાસવા માટે PM કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને લાભાર્થી યાદીમાં તમારું નામ ઓનલાઈન ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ. પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ– https://pmkisan.gov.in/ પર જવા ક્લિક અહી કરો.
  • વેબસાઈટ ખૂલ્યા પછી ‘ફોર્મર કોર્નર’ના અંતર્ગત ‘બેનેફિશિયરી સ્ટેટસ’ ઓપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી એક નવું પેજ આવશે જેમાં આપનો આધાર નંબર, ખાતા નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી Submit બટન પર ક્લિક કરો.
  • હવે જે પેજ ખુલશે તેમાં લેટેસ્ટ 2000 રૂપિયાનો હપ્તો જમા થયો છે નહી તેની માહિતી મળી જશે.

તમારા ખાતામાં હપ્તો જમા થયો કે નહી ચેક કરવા અહી ક્લિક કરો

પીએમ કિસાન યોજના હેલ્પલાઇન

પીએમ કિસાન યોજનામાં સહાયતા માટે હેલ્પલાઈન નંબર 155261 અને 011-24300606 પર કોલ કરી તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

આ કારણોસર 2000 રૂપિયાનો હપ્તો નહી મળે

જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે ચેક કરવું પડશે કે તમે જે માહિતી ભરી છે જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર વગેરે માં કોઈ ભૂલ તો નથી ને જો ભૂલ હશે તો તમને આગામી 2000 રૂપિયાનો 15મો હપ્તો મળશે નહી.

વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લો

જો તમે આ યોજનાના લાભાર્થી છો અને હજુ સુધી EKYC કર્યું નથી તો પણ તમને આગામી હપ્તો મળશે નહી. હજુ સુધી તમે પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી નથી કર્યું તો આજે જ PM કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ અથવા CSC સેન્ટર પર જઈને પીએમ કિસાન યોજના EKYC કરાવી શકો છો. જો તમે પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી કર્યું નથી તો આગમી 2000 રૂપિયાનો હપ્તો તમને નહી મળે.

ઓનલાઈન ઈ-કેવાયસી કેવીરીતે કરવું અહી ક્લિક કરો

હોમ પેજ અહી ક્લિક કરો
પીએમ કિસાન યોજના નામ જોવા અહી ક્લિક કરો
આઈ ખેડૂત પોર્ટલ અહી ક્લિક કરો

અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleઆજના(22/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો
Next articleઆજના(23/11/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here