પીએમ કિસાન યોજનાનો હપ્તા સમયસર મેળવવા ખેડૂતોએ PM Kisan e-kyc કરાવવું ફરજિયાત કરેલ છે, જેની નવી માહિતી જાહેર થઈ છે. આજની આ પોસ્ટમાં આપણે વિગતે વાત કરીશું.
ભારત સરકારના દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન યોજના(PM Kisan Yojana) હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં કુલ 6000/- રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાની નવી જાહેરાત મુજબ, દરેક ખેડૂત મિત્રોએ પીએમ કિસાન ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે.
પીએમ કિસાન યોજના E-KYC કરવા માટેની છેલ્લી તારીખ
આમ તો ઘણીવાર પીએમ કિસાન યોજના E-KYC ની છેલ્લી તારીખ આપવામાં આવી છે. પરંતુ ખેડૂતો ને કોઈ સમસ્યાના થાય અને સરળ પડે એ હેતુથી કોઈપણ લાભાર્થી ઘરે બેઠા E-KYC કરી શકે તે માટે E-KYC OTP સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે.
![](https://kisansewa.in/wp-content/uploads/2023/09/PM-Kisan-Yojana-EKYC-1024x378.png)
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે જો કોઈ લાભર્થીનું PM Kisan Yojana EKYC બાકી હશે તો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તાથી વંચિત રહી શકે છે.
PM Kisan E-KYC ઓનલાઈન કેવી રીતે કરશો?
નવી માહિતી અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો ઘરેબેઠા પોતાની જાતે જ મોબાઈલ પર PM Kisan Yojana EKYC કરી શકશે. ઓનલાઈન પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
Step 1 :- સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલો અને PM KISAN ટાઈપ કરો.
Step 2 :- હવે https://pmkisan.gov.in/ ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
Step 3 :- નવું પેજ ખુલ્યા પછી FARMER CORNER ઓપ્શનમાં જઈને E-KYC લિન્ક પર ક્લિક કરો.
Step 4 :- ત્યાર બાદ નવું પેજ ખુલશે, જેમાં OTP BASED EKYC ટાઈટલ દેખાશે. જે લાભાર્થીને PM e-KYC કરવાનું બાકી હોય ટેમેને આધારકાર્ડ નંબર નાખીને નીચે Search બટન પર ક્લિક કરો.
Step 5 :- હવે લાભાર્થીએ પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિન્ક કરાવેલ હોય તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. નીચે Get Mobile OTP બટન પર ક્લિક કરો.
Step 6 :- તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે જેને દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
Step 7 :- હવે ફરીથી, તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક હશે તેના પર એક OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરો.
આટલા સ્ટેપ ફોલો કર્યા પછી છેલ્લે, EKYC is Sucessfully Submitted. આ મેસેજ તમારી સ્ક્રીન પર બતાવશે. હવે તમારું પીએમ કિસાન યોજનાનું E-KYC સફળતાપૂર્વક થઈ ગયું છે.
PM Kisan E-kyc માટેની નવી લિંક પર જવા અહી ક્લિક કરો
15મો હપ્તો કયારે જમા થશે જાણવા ક્લિક કરો