ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. હવમાન વુભાગ દ્વારા રાજ્યના મોટાભાગ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. બીજી બાજુ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઓછા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
ગુજરાતનાં ઘણા માર્કેટયાર્ડમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વેચાણ કરવા આવતા ખેડૂતોને તાડપત્રી લઈને આવવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ સોમવારે દેવ દિવાળીના કારણે અમુક યાર્ડોમાં હરાજીનું કામકાજ બંધ રહેશે.
રાજ્યમાં શિયાળ પાકોનું વાવેતર પૂર્ણ થવાના આરે છે. જે ખેડૂત મિત્રોએ ઘઉં અથવા જીરાના પાકનું હજુ વાવેતર કર્યું નથી તેમણે વાતાવરણને કારણે કામગીરીમાં થોડો સમય લાગી શકે છે. અમુક જગ્યાએ કપાસનો પાક હજુ ઊભો છે ત્યાં વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે.
મહત્વપૂર્ણ લિન્ક
હવામાન વિભાગ આગાહી PDF માટે | અહી ક્લિક કરો |
લાઈવ હવામાન જોવા | અહી ક્લિક કરો |
આજના બજાર ભાવ જોવા | અહી ક્લિક કરો |
આવા વાતાવરણમાં એવું લાગે છે જાણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી – વરસાદની આગામી 5 દિવસ માટે જિલ્લાવાર આગાહી અને ચેતવણીઓ.