Home કૃષિ સમાચાર કૃષિ રાહત પેકેજ જાહેર : ભારે વરસાદથી થયેલ નુકશાન માટે 8,500રૂ...

કૃષિ રાહત પેકેજ જાહેર : ભારે વરસાદથી થયેલ નુકશાન માટે 8,500રૂ થી 1,25,000રૂ સુધીની સહાય

0
agricultural-relief-package-for-gujarat-due-to-heavy-rain
agricultural-relief-package-for-gujarat-due-to-heavy-rain

ગુજરાત રાજ્યમાં આ સપ્ટેમ્બર માહિનામાં પડેલા વરસાદથી ઘણા જિલ્લાઓમાં ભારે નુકશાન થયું હતુ. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નર્મદા, ભરુચ, અને વડોદરામાં વરસાદથી પૂર આવવાથી લોકો ને ઘણું નુકશાન થયું છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પડેલી નુકશાની માટે સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.

ભારે વરસાદને કારણે ત્રણેય જિલ્લામાં ખેતી અને પાકોને ખુબ જ નુકસાન જોવા મળ્યું છે.  આ નુકશાન માટે મુખ્યમંત્રી ભૂપેન્ટ્ર પટેલે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને કૃશું રાહત પેકેજ ની જાહેરાત કરી છે. ખેડૂતોને વરસાદ થી થયેલ નુકશાનથી કૃષિ રાહત પેકેજ આપવનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો.

ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર

કૃષિ રાહત પેકેજનો લાભ જે ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતો મળવાપાત્ર રહેશે. આ સહાયના પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા બિન પિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે હેક્ટર દીઠ 8,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાયના પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા પિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે હેક્ટર દીઠ 2,50,00 રૂપિયાની સહાય આપવામાં આવશે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં.

Kisansewa-Whatsapp-Group
Kisansewa-Whatsapp-Group

બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે રૂપિયા કુલ 37,500 રૂપિયાની સહાય હેક્ટર દીઠ આપવામાં આવશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે. બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં સંપૂર્ણ નુકશાન માટે કુલ 1,25,000 રૂપિયાની સહાય હેક્ટર દીઠ આપવામાં આવશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.

આ કૃષિ રાહત પેકેજમાં એક ખેડૂતને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે. આ પેકેજ માં SDRF(એસ.ડી.આર.એફ)ની સાથે રાજ્ય સરકારના ભંડોળમાંથી વધારાની સહાય આપવા માટે જાહેર કરી છે.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અહી ક્લિક કરો

અરજી ક્યાં અને કેવીરીતે કરવાની?

ઉપર જણાવ્યા અનુસાર આ કૃષિ પેકેજમાં ખેડૂતને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂત ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકે છે.

આ સહાય નો લાભ લેવા માંગતા ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી 31 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓફલાઈનમાં અરજીમાં ખેડૂતોએ VCE કે VLE મારફતે કરવાની રહેશે અને આ અરજી માટે માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.

આ કૃષિ રાહત પેકેજની સહાયની ચુકવણી ડાયરેક્ટ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો.

તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થયો કે નહી ચેક કરવા ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Previous articleગુજરાત પર તેજ વાવાઝોડાના સંકટની વચ્ચે રાહતના સમાચાર, અંબાલાલે કરેલી આગાહીથી ખેડૂતો પર શું થશે અસર જાણો
Next articleખેડૂતો માટે સમચાર, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ ખેડૂતોને નહી મળે આજે જ ચેક કરો લિસ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here