Home કૃષિ સમાચાર મીની ટ્રેક્ટર સહાય યોજના – ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા 45,000/- રૂપિયાની...

મીની ટ્રેક્ટર સહાય યોજના – ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા 45,000/- રૂપિયાની સહાય

0
mini tractor sahay yojana for gujarat farmers
mini tractor sahay yojana for gujarat farmers

ખેડૂતો ખેતીમાં વધુમા વધુ આધુનિક અને યાંત્રિકીકરણનો ઉપયોગ કરે એ હેતુથી રાજી સરકાર દ્વારા અલગ અલગ કૃષિ સાધનોની ખરીદી પર ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર દ્વારા ખેડૂતોને મીની ટ્રેક્ટરની ખરીદી માટે 45 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર આગામી તા.31 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ વર્ષે સરકાર દ્વારા અંદાજે 4 હજારથી વધુ ખેડૂતોને મીની ટ્રેકટરની સહાય આપવાનું લક્ષ્યાંક રાખેલ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 40 એચ.પી અથવા તેનાથી ઓછી ક્ષમતા વાળા ટ્રેકટર માટે સહાય મળવાપાત્ર છે.

મીની ટ્રેક્ટર સહાય યોજના અરજી કેવીરીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કેવીરાતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

Step 1 :- સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલની સતાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.

Step 2 :- એક નવું પેજ ખૂલે જેમાં યોજનાઓ ઓપસન પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 :- ત્યારબાદ એક નવી ટેબ ખુલશે જેમાં બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ઓપસન પર ક્લિક કરો.

Step 4 :- આટલું કર્યા પછી પેજને નીચેની બાજુ સ્ક્રોલ કરો અને તમને વિવિધ યોજનાઓ જોવા મળશે.

Step 5 :- હવે તેમાંથી ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) યોજના પર ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરી શકશો.

મીની ટ્રેકટર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31/10/2023 સુધી છે. આ તારેખ પહેલા અરજીદારે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાને રહેશે. અમને આશા છે કે મીની ટ્રેક્ટર સહાય યોજના વિષેની તમામ માહિતી આ પોસ્ટમાં મળી ગઈ હશે.

મીની ટ્રેક્ટર સહાય યોજના આવશ્યક ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુકની પેહલા પેજની નકલ
  • 7-12 અને 8-અ ઉતારા

મહત્વપૂર્ણ લિન્ક

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
આઈ-ખેડૂત પોર્ટલ પર કેવીરીતે અરજી કરવી જાણવા અહી ક્લિક કરો
પીએમ કિસાન 2000 રૂપિયા સહાય લિસ્ટ અહી ક્લિક કરો

મીની ટ્રેક્ટર સહાય યોજના વિષેની વધુ માહિતી માટે જાણવા માટે આપના ગામના ગ્રામસેવક(VCE) અથવા તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવો.

Previous articleખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ – આ નવી યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયાની આગામી હપ્તો મળશે
Next articleઆજના(27/10/2023)ના કપાસ, એરંડા, મગફળી, જીરુ, વરિયાળી, ચણા, બાજરી, મકાઈ વગેરેના તાજા ભાવ જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here