Home કૃષિ સમાચાર મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર, સરકારના ટેકાના ભાવને APMCનું...

મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર, સરકારના ટેકાના ભાવને APMCનું સમર્થન

1
online registration purchase groundnut for farmers
online registration purchase groundnut for farmers

નમસ્કાર ખેડુતમિત્રો, આજે રાજકોટ એપીએમસી(Rajkot APMC) જણસીની આવક ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડમાંમાં કપાસ, ઘઉં, બટાકા ને મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે.

કપાસથી ઉભરાયુ માર્કેટ યાર્ડ

રાજકોટ માર્કેટયાર્ડમાં ગઇકાલે કપાસની આવક 2800(ક્વિન્ટલ) અને ઘઉં-ટુકડાની આવક 1950(ક્વિન્ટલ) આવક થઈ છે. બીજી બાજુ બટાકા ની આવક 2400(ક્વિન્ટલ) અને મગફળીજીણીની આવક 900(ક્વિન્ટલ) આવક થઈ છે.

આપણ વાંચો :- રાજકોટ માર્કેટયાર્ડના આજના બજારભાવ જાણવા અહી ક્લિક કરો

કપાસ, ઘઉં અને મગફળીની ભાવ

રાજકોટ એપીએમસી(Rajkot APMC)માં આજે કપાસનો નીચો ભાવ 1230 અને ઊંચો ભાવ 1550 બોલાયો હતો. મગફળી જીણીનો નીચો ભાવ 1170 અને ઊંચો ભાવ 1680 બોલાયો હતો. ઘઉં ટુકડા નીચો ભાવ 480 અને ઊંચો ભાવ 580 બોલાયો હતો.

સરકારે જાહેર કરેલ ટેકાના ભાવનો નિર્ણય રાજકોટ માર્કેટ યાર્ડ આવકાર્યો

થોડા સમય પહેળ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા આવકારવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી રાધવજી પટેલ દ્વારા જણાવવામાં આવલે છે કે આ વખતે સરકાર દ્વારા કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

આપણ વાંચો :-આજના બજારભાવ જાણવા અહી ક્લિક કરો

સરકાર દ્વારા મગળનીનો ટેકાનો ભાવ 6,377, મગનો ટેકાનો ભાવ 8,558, અડદનો ટેકાનો ભાવ 6,950 અને સોયાબીનનો ટેકાનો ભાવ 4,600 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો.

જે ખેડૂતો મિત્રો મગફળીના ટેકાના ભાવ મેળવવા માંગતા હોય તેમને તારીખ 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધી ઈ-સમૃધ્ધી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આજના બજાર જાણવા અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી ક્યાં અને કેવી રીતે કરવી ક્લિક કરો

Previous articleઆજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને કપાસની ધૂમ આવક જાણો આજના તાજા ભાવ
Next articleઅંબાલાલ પટેલની મોટી આગાહી: બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here