રાજ્યમાં પાછલા કેટલા દિવસથી કમોસમી વરસાદ પડયો હતો. તારીખ 26 થી તારીખ 28 ની વચ્ચે ગુજરાત રાજ્યમાં લગભગ 1 મીમીથી 144 મીમી સુધી વરસાદ નોધાયો હતો. કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે સરકારનો સર્વે કરવામાં આવે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉદ્ભવી હતી. સરકારનો આ સર્વે થયા બાદ ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે.
ખાસ કરીને ગુજરાતમાં કપાસ, તુવેર અને એરંડાના પાકને વ્યાપક નુકશાન થયું છે. ગુજરાત રાજ્યમાં પડેલ કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોએ કરેલી વાવણીને ભારે નુકશાન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વાવણીથી લઈને પાક સુધી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
પરંતુ સરકારની કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે સામે ઘણા સવાલ ઊભા થયા છે કારણકે પાકમાં 33 ટકાથી વધુ નુકશાન હોય તો સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. ઘણા ખેડૂતોને વાવણીથી લઈને પાકની સુધીના પાકને નુકશાન થયું છે. માટે રાજય સરકાર પાક નુકશાન સામે યોગ્ય વળતર આપે એ ખૂબ જ જરૂરી છે.
સરકાર સરવે ક્યારથી શરૂ કરશે અને વળતર ક્યારે મળશે?
રાજ્યમાં સરકારે 27 નવેમ્બર મંગળવારે ગુજરાતમાં રવિવાર અને સોમવાર પડેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સરવે કરવામાં આવશે. સરકારી આકડા અનુસાર લગભગ 20 લાખ લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. નુકસાનનો સર્વે શરૂ થઈ ગયો છે. અને આ સર્વે શકય તેટલો જલ્દી પૂર્ણ કરવામાં આવશે.
કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સામે કેટલું વળતર મળશે? તે અંગે કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું કે જે ખેડૂતોના પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તે ખેડૂતોને હેક્ટર દીઠ વધુમાં વધુ 2 હેક્ટર મર્યાદા સાથે સરકાર ખેડૂતોને 6800 રૂપિયાનું વળતર ચૂકવશે.
આજના બજાર ભાવ જાણવા | અહી ક્લિક કરો |
પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનું લિસ્ટ જોવા | અહી ક્લિક કરો |